Gujarati News

Gujarati News

News of Friday, 15th December 2017

અમેરિકામાં બે બુકાનીધારીએ ભારતીય મૂળના એક વ્યક્તિની હત્યા કરી નાખતા ચકચાર

નવી દિલ્હી: અમેરિકાના ઓહિયોમાં બે નકાબધારી હુમલાખોરોએ લૂંટના ઇરાદે કરેલ એક હુમલામાં ભારતીય મૂળના એક વ્યક્તિને મોતને ઘાટ ઉતારી દીધો હોવાનું જાણવા મળી રહ્યું છે.પોલીસ અધિકારીએ જણાવ્યું કે કરુણાકર કરેંગલે 53 વર્ષીય ગયા સોમવારે કૈમલોટ ડ્રાઈવ સ્થિત જીકી કન્વિનિયસ માર્ટમાં કામ કરી રહ્યા હતા ત્યારે લગભગ રાત્રીના 13 વાગ્યે બે વ્યક્તિ હથિયાર લઈને ઘુસ્યા અને તેમને ઇજા પહોંચાડી હતી જેમાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.

(8:36 pm IST)