Gujarati News

Gujarati News

News of Friday, 15th December 2017

આ વ્યકિત બની ચૂકયો છે ૮૦૦ બાળકોનો પિતા

નવી દિલ્હીઃ દુનિયા જેટલી મોટી છે તેટલી જ અજીબ છે બ્રિટેનમાં રહેનાર સાઈમન વોટસન નામનો આ વ્યકિત ૩, ૪ કે ૫ નહિં પરંતુ ૮૦૦ બાળકોનો પિતા બની ચુકયો છે. મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે સાઈમન એક સ્પર્મ ડોનર છે અને લોકો પાસેથી પૈસા લઈને તે સ્પર્મ ડોનેટ કરે છે અને આ કારણોસર તે અત્યારસુધીમાં ૮૦૦ બાળકોનો પિતા બની ચુકયો છે સોશિયલ મીડિયા પર તેમને  પોતાનો આ વ્યવસાય શરૂ કર્યો છે. સાઈમનના કહેવા મુજબ તે આગામી ૨ કે ત્રણ વર્ષમાં અંદાજે ૧૦૦૦ બાળકોના પિતા બનવાનો ટાર્ગેટ પૂર્ણ કરવા ઈચ્છે છે. વોટસન ગર્વથીએ વાત જણાવે છે કે તેમના બાળકો સ્પેનથી લઈને તાઈવાન સુધીના ઘણા દેશોમાં છે.

(4:06 pm IST)