Gujarati News

Gujarati News

News of Friday, 15th December 2017

ટૂંકા હાથ-પગ ધરાવતીસ્ત્રીઓમાં વિસ્‍મૃતિની સમસ્‍યાનું રિસ્‍ક વધુ

નવી દિલ્‍હી તા. ૧૫ : તમારા હાથ-પગની લંબાઇ અને તમારી યાદશકિતને આમ જોવા જઇએ તો કોઇ સીધો સંબંધ નથી. એમ છતાં અમેરિકન એકેડેમી ઓફ ન્‍યુરોલોજીના નિષ્‍ણાંતોનો દાવો છે કે, જે વ્‍યકિતઓના હાથ-પગ આખા શરીરની લંબાઇની સરખામણીમાં ટૂંકા હોય છે તેમનામાં મગજના કોષો ડીજનરેટ થાય એવા રોગો થવાની શક્‍યતાઓ વધી જાય છે. સરેરાશ ૭૨ વર્ષની વયના ૨૭૯૮સ્ત્રી-પુરૂષોની હેલ્‍થનો સ્‍ટડી કરીને તારણ નીકળ્‍યું છે કે ટૂંકા હાથ ધરાવતીસ્ત્રીઓને ઓલ્‍ઝાઇમર્સ થવાની શક્‍યતાઓ ૧૬ ટકા વધે છે. ટૂંકા હાથ-પગ ધરાવતા પુરૂષોમાં આ જોખમ માત્ર છ ટકા જેટલું વધે છે.

(2:40 pm IST)