Gujarati News

Gujarati News

News of Friday, 15th December 2017

બર્થ કન્‍ટ્રોલ પિલ્‍સ લેવાથી બ્રેસ્‍ટ કેન્‍સરનું જોખમ વધી શકે

નવી દિલ્‍હી તા. ૧૫ : જે મહિલાઓ હોર્મોન આધારિત ગર્ભનિરોધક ગોળીઓ લે છે તેમને બ્રેસ્‍ટ કેન્‍સર થવાની સંભાવના વધી જાય છે. ડેન્‍માર્કની યુનિવર્સિટી ઓફ કોપનહેગનના નિષ્‍ણાંતોએ ૧૫થી ૪૯ વર્ષની વયની ૧૮ લાખ મહિલાઓનો દસ વર્ષ સુધી અભ્‍યાસ કરીને તારવ્‍યું છે કે, ગર્ભનિરોધ માટે હોર્મોનલ ગોળીઓ લેનારી મહિલાઓમાં કદી આવી પિલ ન લેનારી મહિલાઓ કરતાં કેન્‍સર થવાનું રિસ્‍ક થોડું વધી જાય છે. આ ગોળી ચાલતી હોય ત્‍યારે જ કેન્‍સર થવાની સંભાવના વધી જાય છે. ઓરલ કોન્‍ટ્રાસેપ્‍ટિવ ગોળીઓ લેવાનું બંધ કર્યા પછી પાંચેક વર્ષ સુધી આ જોખમ બની રહે છે. બર્થ કન્‍ટ્રોલ માટે અલગ-અલગ પ્રકારના હોર્મોન્‍સની ગોળીઓ વપરાય છે. એમાંથી જે ગોળીઓમાં માત્ર પ્રોજેસ્‍ટિન હોર્મોન જ હોય છે એ સૌથી ઓછી હાનિકારક નીવડે છે.  આંકડા મુજબ બર્થ કન્‍ટ્રોલ પિલ્‍સને કારણે એક લાખ મહિલાઓમાંથી ૧૩ જણને બ્રેસ્‍ટ કેન્‍સરનું રિસ્‍ક વધુ હોય છે.

(2:38 pm IST)