Gujarati News

Gujarati News

News of Friday, 15th December 2017

નવજાત બાળકને કમળો થયો હોય ત્‍યારે ફોટોથેરપી કેટલી અસરકારક?

પેરિસ તા. ૧૫ : મોટાભાગે નવજાત શિશુઓને કમળો થયો હોય અને તેમની ત્‍વચા પીળી પડવા લાગી હોય ત્‍યારે સૂર્યનો કુમળો તડકો ખવડાવવાનું કહેવામાં આવે છે. ફ્રાન્‍સની એક કંપનીએ બાળકોને કમળામાં ફાયદો કરે એવી ફોટોથેરપી આપવાનું ડિવાઇસ તૈયાર કર્યું છે. એવું કહેવાય છે કે, ચોક્કસ રંગની લાઇટ્‍સના સંસર્ગમાં રાખવાથી પણ શિશુઓમાં થયેલો કમળો ઝડપથી દૂર થાય છે. આ ડિવાઇસ ત્‍વચાનો રંગ સુધારવામાં, માનસિક વિકાસ કરવામાં અને કમળાની અસર ઘટાડવામાં અકસીર છે એવું કહેવાય છે. જોકે મોટાભાગના વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, આ કૃત્રિમ પ્રકાશનાં કિરણોની ટેકનોલોજી ખરેખર અસરકારક હોય તો પણ એની કોઇ આડઅસર છે કે કેમ તે તપાસવાનું બાકી છે.

(2:44 pm IST)