Gujarati News

Gujarati News

News of Friday, 15th December 2017

ઘાયલ મરઘાને માલિકણે વ્હીલચેર અપાવી

ન્યુયોર્ક તા. ૧પ :.. કેલિફોર્નિયામાં જંગલી દાવાનળ ફાટી નીકળ્યો ત્યારે ડેર્સી સ્મિથ નામની મહિલાએ પોતાના પાળેલા રુ નામના મરઘાને બીજા મરઘા સાથે રાખવા શિફટ કરી દીધેલો. જો કે રુ દેખાવમાં પડછંદ હોવાથી બીજા મરઘા ડરી ગયા અને ખાવાના મામલે એમની વચ્ચે હાથાપાઇ, સોરી પંજાપાઇ થઇ ગઇ. ઘાયલ મરઘાને એના બન્ને પગમાં તકલીફ થઇ ગઇ હોવાથી એ પોતાના પગે બરાબર ચાલી નહોતો શકતો અને ઇવન ઉભો પણ નહોતો રહી શકતો. એટલે એની માલિકણ ડેર્સીએ ખાસ મરઘા માટેની વ્હીલચેર બનાવડાવી. મરઘો પણ એની સહાયથી ચાલતો-દોડતો થઇ ગયો છે.

(10:19 am IST)