Gujarati News

Gujarati News

News of Friday, 15th December 2017

ઇરાકમાં ૩૮ આતંકવાદીઓને અપાઇ ફાંસી

બગદાદ તા. ૧૫ : ઇરાકમાં આતંકવાદી ગતિવિધિઓમાં શામેલ થવા મામલામાં દોષી જાહેર કરવામાં આવેલ ૩૮ સુન્ની ઇસ્‍લામિક આતંકવાદીઓને ફાંસી આપવામાં આવી. ઇરાકનાં કાનૂન મંત્રાલયે એક વક્‍તવ્‍ય રજૂ કરતા આ વાતની જાણકારી આપી છે.

આ વક્‍તવ્‍યનાં અનુસાર દક્ષિણી શહેર નાસૂરિયાની એક જેલમાં આ દરેક ૩૮ આતંકવાદીઓને ફાંસી આપવામાં આવી. તેમનાં કહેવા અનુસાર દરેક આતંકવાદીઓ ઇસ્‍લામિક સ્‍ટેટનાં સભ્‍યો હતાં. ઉલ્લેખનીય છે કે આ પહેલાં પણ ૨૪ સપ્‍ટેમ્‍બરનાં રોજ ૪૨ સુન્ની આતંકવાદીઓને ફાંસી આપવામાં આવી હતી.

(11:56 am IST)