Gujarati News

Gujarati News

News of Thursday, 15th October 2020

બે અઠવાડિયાની અંદર તાલિબાને દેશભરમાં કર્યા 575ઘાતક હુમલા

નવી દિલ્હી:અફઘાનિસ્તાનમાં 2 અઠવાડિયાની અંદર તાલિબાને 575 ઘાતક હુમલા કર્યા હોવાનું માલુમ પડી રહ્યું છે  જીવલેણ હુમલામાં સામાન્ય નાગરિકોના મૃત્યુ નિપજ્યા છે જાણકારી દેશના આંતરિક મામલાના પ્રવક્તા તારિક આરિયાને આપી હોવાનું માલુમ પડી રહ્યું છે. વધુમાં માહિતી આપતા જણાવ્યું છે કે તાલિબાન દ્વારા અફઘાની લોકોને અને સુરક્ષાબળોના વિરુદ્ધ 92સુરંગ ધમાકા અને 6 આત્મઘાતી હુમલા કરવામાં આવ્યા હતા હુમલામાં 86સામાન્ય નાગરિકોના મૃત્યુ નિપજ્યા હોવાનું માલુમ પડી રહ્યું છે તેમજ અન્ય 165 લોકોને ગંભીર રીતે ઇજા પહોંચી હતી તેમને સુરક્ષાબળોના મૃત્યુ પર કોઈ પણ પ્રકારની ટિપણની કરી નથી તેમજ આ 575 તાલિબાની હુમલામાં 72 હુમલા હેલમંદ પ્રાંતમાં કરવમાં આવ્યા હતા. આંકડો ત્યારે રજૂ કરવામાં આવ્યા જયારે અફઘાનબળ  અને તાલિબાનના વચ્ચે ઘણી જગ્યાઓ પર સંઘર્ષ ચાલી રહ્યો હતો.

(5:42 pm IST)