Gujarati News

Gujarati News

News of Tuesday, 15th September 2020

વૃક્ષને પરણેલા આ બહેને તેમની પહેલી વેડિંગ એનિવર્સરી મનાવી

ઇંગ્લેન્ડના સેફ્ટન ટાઉનમાં રહેતી કેટ કનિંન્ગહેમ નામનાં બહેને ગયા વર્ષે એક વૃક્ષ સાથે લગ્ન કરેલાં: વૃક્ષનું નામ પાડેલું એલ્ડર એને કારણે લગ્ન પછી તેણે પોતાના નામની પાછળ એલ્ડર અટક પણ લગાવી દીધેલી

લંડન, તા.૧૫: ઇંગ્લેન્ડના સેફ્ટન ટાઉનમાં રહેતી કેટ કનિંન્ગહેમ નામનાં બહેને ગયા વર્ષે એક વૃક્ષ સાથે લગ્ન કરેલાં. વૃક્ષનું નામ પાડેલું એલ્ડર એને કારણે લગ્ન પછી તેણે પોતાના નામની પાછળ એલ્ડર અટક પણ લગાવી દીધેલી. ૩૮ વર્ષનાં કેટબહેને જયારે ગયા વર્ષે વૃક્ષ સાથે લગ્ન કરવાની જાહેરાત કરેલી ત્યારે તેમના બે સંતાનોને બહુ ખચકાટ અનુભવાયેલો. યસ, કેટને બે સંતાનો છે અને હાલમાં કોઈ બોયફ્રેન્ડ ધરાવતાં નથી. કેટે રિમરોઝ વેલી કાઉન્ટી પાર્કમાં આવેલા એક વૃક્ષ સાથે લગ્ન કર્યા પછી તે વીકમાં પાંચ વાર આ વૃક્ષને મળવા આવે છે. કેટને વૃક્ષ માટે બહુ જ પ્રેમ છે. એક વર્ષ બાદ હવે તેણે એની વેડિંગ એનિવર્સરી પણ ઊજવી છે. તેના બે ફ્રેન્ડ્સ સાથે તે આ ટ્રીને મળવા ગયેલી અને એ વૃક્ષની સાથે બેસીને વાતો કરી, ઊજાણી કરી અને પહેલાા વેડિંગ એનિવર્સરી રંગેચંગે ઊજવી હતી.

કેટબહેનનું કહેવું છે કે વૃક્ષ સાથે લગ્ન કર્યાં પછી તેને બહુ સારું લાગી રહ્યું છે કેમ કે ટ્રી હંમેશાં તમને જીવંત રાખે છે.

(3:03 pm IST)