Gujarati News

Gujarati News

News of Tuesday, 15th September 2020

આ ઢીંગલી નહિ પણ કેક છે

રશિયાના મોસ્કોમાં દિલ્યા કાબિલોવા નામની પેસ્ટ્રી-મેકર કેક બનાવવાની કળામાં એવી નિપુણ છે કે તેની બનાવેલી ઢીંગલીઓ ખાઈ શકાય એવી કેકમાંથી બનાવે છે. જાણે ચિનાઈ માટીની મૂર્તિ હોય અથવા તો રમતિયાળ ઢીંગલીઓ. દિલ્યાના હાથની કરામત કોઈને સમજાય એવી નથી. પહેલી નજરે જોતાં જ આ ચિનાઈ માટી અથવા તો કાચને રંગીને બનાવેલી મૂર્તિ જેવી જ લાગે છે, પણ હકીકતમાં એ ખાઈ શકાય એવી ડોલ્સ છે. સામાન્ય રીતે કેકને ડેકોરેટ કરવા માટે વપરાતી ઢીંગલીઓ હોય છે જે ડિઝની પ્રિન્સેસ સિરીઝની હિરોઇન્સ પરથી પ્રેરણા લઈને બની છે. દિલ્યા પોતાની આ કળા બીજાને શીખવે પણ છે.

(3:03 pm IST)