Gujarati News

Gujarati News

News of Thursday, 15th July 2021

વૈજ્ઞાનિકોએ ખાસ પ્લાસ્ટર નુમા સ્ટ્રીપ વિકસિત કરી:હાથના પરસેવાથી ગણતરીની મિનિટોમાં ફોન ચાર્જ થઇ જશે

નવી દિલ્હી: વૈજ્ઞાનિકોએ મેબાઈલ ફોન ચાર્જ કરવાની પરંપરાગત રીતને સ્થાને નવો ઉપાય શોધી કાઢયો છે. હવે હાથના પરસેવાથી ગણતરીની મિનિટોમાં ફોન ચાર્જ થઈ જશે. સંશોધનકર્તાએ એક ખાસ પ્લાસ્ટર નુમા સ્ટ્રીપ વિકસીત કરી છે. તેઓનો દાવો છે કે સ્ટ્રિપને આંગળીની આસપાસ પટ્ટીની જેમ લપેટવાથી તે પરસેવાની ભીનાશને વીજળીમાં સ્ટોર કરી લેશે.આ સ્ટ્રીપ આંગળીઓની ચારે બાજુ પહેરવામાં આવશે. આ પટ્ટીને કેલીફોર્નીયા યુનિ.સૈન ડિએગોમાં શોધકર્તાઓએ બનાવી છે. આ પ્રકારના વીજ ઉત્પન્ન કરતા વિયરેબલ ઉપકરણો પહેરનારાને વ્યાયામ અથવા તડકા કે વધુ તાપમાન પર નિર્ભય રહેવુ પડે છે. વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે 24 કલાક સુધી આ વિયરેબલ ઉપકરણ શરૂ રાખવાથી પુરતી ઉર્જા ઉત્પન્ન થઈ જશે.સંશોધનકર્તાઓએ કહ્યું કે યુઝર્સ સુવાના સમયે પણ આ ઉપકરણ પહેરી ફોન ચાર્જ કરી શકે છે. નવી સ્ટ્રીપ યુઝર આંગળીમાં રહેલી ભિનાશથી વીજળી ઉત્પન્ન કરવા માટે એક નિષ્ક્રિીય પ્રણાલીનો ઉપયોગ કરે છે. શરીરનો સૌથી વધુ પરસેવો થતો હોય તેવો ભાગ છે. આંગળી, જેથી સ્ટ્રીપ પહેર્યા બાદ ટાઈપીંગ, મેસેજીંગ, અથવા કમ્પ્યુટર પર માઉશ ચલાવવાથી તે વધુ ચાર્જ પણ થવા લાગે છે.

 

(6:01 pm IST)