Gujarati News

Gujarati News

News of Thursday, 15th July 2021

પાકિસ્તાનની દક્ષિણ-પૂર્વ ચમન સરહદ સ્પિન બોલ્ડાક શહેર નજીક ઘુસી ગયા તાલિબાન આતંકવાદી

નવી દિલ્હી: પાકિસ્તાનની ઇમરાન સરકારની ઉંઘ તાલીબાની ઘુષણખોરીને લઇને વધુ એકવખત હરામ થઇ ગઇ છે. તાલીબાનો પાકિસ્તાનની દક્ષિણ-પૂર્વ ચમન સરહદ સ્પિન બોલ્ડાક શહેરની નજીક સુધી ઘુસી ગયા છે અને આ વિસ્તાર તાલીબાનો પોતાના કબજામાં લેવાની હરકત કરતા હોવાનું સામે આવતા જ ઇમરાન ખાને બોર્ડર પર વધારાના સુરક્ષા જવાનો તૈનાત કરી દીધા છે. એટલુ જ નહીં પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચેનો જે મુખ્ય વ્યાપારી માર્ગ છે એ ચમન બોર્ડરનો રસ્તા બંધ કરી દીધો છે. પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંત સાથે જોડાયેલી અફઘાનિસ્તાન સરહદથી તાલીબાનો સ્પીન બોલ્ડક બોર્ડર ઉપર કબજો જમાવવાની પેરવી કરી રહ્યા છે તેવો એક રિપોર્ટ પાકિસ્તાનની ઇમરાન સરકારને મળ્યો છે. ખુદ તાલીબાનના પ્રવકર્તા જબીહુલ્લા મુજાહિદે એક વિડિયો ટ્વીટર ઉપર મુક્યો છે. જેમા તાલીબાનીઓ પાકિસ્તાનના દક્ષિણ-પૂર્વ સરહદીય વિસ્તારમાં જોવા મળ્યા છે. પાકિસ્તાન બોર્ડર નજીકના સ્પિન બોલ્ડાક શહર સુધી તાલીબાનો પહોંચી ગયા હોવાનો રિપોર્ટ પાકિસ્તાન સરકાર પાસે પહોંચતા જ તાત્કાલીક અસરથી પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચેનો ચમન બોર્ડરનો રસ્તો બંધ કરી દેવામા આવ્યો છે. આ એકમાત્ર પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચેનો વ્યાપારી માર્ગ છે. જે બંધ કરી દેવામા આવ્યો હોવાની સતાવાર પૃષ્ટિ પાકિસ્તાન સરકારના વરિષ્ઠ અધિકારી આરીફ કાકરે મીડિયા સમક્ષ કરી છે.

(5:57 pm IST)