Gujarati News

Gujarati News

News of Thursday, 15th February 2024

આ છે દુનિયાની સૌથી અઘરી નોકરી:તાપમાન પહોંચે છે માઇનસ 50 ડિગ્રી સુધી

નવી દિલ્હી: જો તમે નોકરી કરતા હોવ તો જાણતા હશો કે તેમાં ક્યારેક પરિસ્થિતિ ઘણી અઘરી થઈ જાય છે પરંતુ શું તમે ક્યારેય કલ્પના કરી છે કે દુનિયાની સૌથી અઘરી નોકરી કેવી હશે. દુનિયાની સૌથી અઘરી નોકરીમાં કામ તો કામ, કામ કરવાનું સ્થળ પણ હિંમત તોડી શકે છે કેમ કે તાપમાન માઈનસ 50 ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટી જાય છે. આ નોકરીનું નામ છે વ્યોમોરોજ્કા અને તેનો અર્થ છે 'જમ જાના'. આ નોકરી રશિયામાં મળે છે અને તેમાં કામ સખત સાઇબેરીયન શિયાળામાં આર્કટિક શિપયાર્ડની સારસંભાળ રાખવાની હોય છે. આને દુનિયાની સૌથી કપરી નોકરીઓમાં એક માનવામાં આવે છે. આ દરમિયાન કામ કરનાર મોટા જહાજો પર જામી ગયેલા બરફને હટાવવાનું કામ કરે છે. તેમને જહાજની તે સ્થળોની જાણકારી મેળવવાની હોય છે જેમને રિપેર કરવાની જરૂર હોય છે. આ કામ લેના નદીના કિનારે યાકુત્સ્ક બંદર પર ડોક કરેલા જહાજો પર કરવામાં આવે છે. યાકુત્સ્ક શિપયાર્ડ ઉનાળા દરમિયાન સાઈબેરીયન માટે એક આર્થિક કેન્દ્રની જેમ કામ કરે છે. જેમાં તે વિશાળ જહાજોને રાખવામાં આવે છે જેમની સારસંભાળ શિયાળામાં કરવાની હોય છે. ઉલ્લેખનીય છે કે ક્ષેત્રફળના હિસાબે રશિયાની સૌથી મોટી રિપબ્લિક યકૂતિયાના ઘણા લોકો વ્યોમોરોજ્કા તરીકે કામ કરે છે અને તેને દુનિયાની સૌથી કપરી નોકરીઓમાં એક માને છે. પરંતુ આ પ્રોફાઈલમાં કામ કરનાર અમુક લોકોનું કહેવુ છે કે આ માત્ર દ્રષ્ટિકોણનો મામલો છે.

 

(6:04 pm IST)