Gujarati News

Gujarati News

News of Thursday, 15th February 2018

૨૦૧૮ અન્ડર વોટર ફોટો : સમુદ્રી પેટાળની દુર્લભ તસ્વીરો

૨૦૧૮ અન્ડર વોટર વર્લ્ડ બેસ્ટ ફોટોગ્રાફર ઓફ ધ યર સ્પર્ધામાં પસંદ થયેલ કેટલાક ફોટાઓ સમુદ્રી દુનિયામાં જોખમ ભરેલ કામ કરનાર વિશ્વના ફોટોગ્રાફરો દ્વારા રજૂ કરાયા છે. અત્રે પ્રસ્તુત તસ્વીરોમાં સમુદ્રી વિશ્વની હકીકત જોવા મળે છે.

- ફિનલેન્ડ : સમુદ્રની અંદર શિકાર માટે યુદ્ધ કરવા તૈયાર ફિસ્ટી કેકડાની આ તસ્વીર મીકા સારલીએ લીધી છે.

- તાન્યાએ લીધેલ ટીની બેટ ફિશ સાથે સેન્ડ ટાઈગર શાર્કની આ તસ્વીર પ્રથમ ૧૦માં સામેલ કરવામાં આવી છે.

- ૨૦૧૭માં શોધાયેલ ગ્રાન્ડ કેમનની પ્રતિષ્ઠિત કિટ્ટીવિએક શીપનો ફોટોગ્રાફ સુજાનાહ એચ અને સ્નોડેન સ્મિથે લીધી છે.

- જૈકબ ડીજેએ હૈમર હૈડ શાર્કનો લીધેલ દુર્લભ અને બિહામણી તસ્વીરને પણ ટોપ-૧૦માં સ્થાન મળ્યુ છે.

(12:34 pm IST)