Gujarati News

Gujarati News

News of Thursday, 15th February 2018

દાદરા ચડવાથી હાઇપરટેન્શનની સમસ્યા ઘટશે

ન્યુયોર્ક તા. ૧પ :.. હાર્ટ-હેલ્થને સારી રાખવી હોય તો એરોબિક એકસરસાઇઝની સાથે સાથે દાદરા ચડવાના પણ ફાયદા છે. એવું અમેરિકન અભ્યાસકર્તાઓનું માનવું છે.  ખાસ કરીને મિડલ એજ અને પ્રૌઢાવસ્થામાં પ્રવેશી  ચુકેલી મહિલાઓને દાદચરા ચડવાથી ખૂબ ફાયદો થાય છે. એનાથી પગના મસલ્સ સ્ટ્રોન્ગ થાય છે અને હૃદયની પમ્પિંગ કરવાની ક્ષમતા પણ સુધરે છે. દાદરા ચડવાથી એરોબિકસ અને રેઝિસ્ટન્સ ટ્રેઇનીંગ એમ બન્નેનો સામટો ફાયદો મળે છે. અમેરિકાના કલીવલેન્ડમાં આવેલી નોર્થ અમેરિકન મેનોપોઝલ સોસાયટીના નિષ્ણાતોનું કહેવું છે કે મિડલ એજ પછીથી પગની પિંડીના મસલ્સ નબળા પડે છે અને લોહીને હૃદય તરફ પાછું ધકેલવાની ક્ષમતા ઘટે છે. આવા સંજોગોમાં પહેલેથી જ દાદરા ચડવાની નિયમીત આદત સ્ત્રીઓમાં હાઇપરટેન્શનની સંભાવના ઘટાડે છે.

(11:14 am IST)