Gujarati News

Gujarati News

News of Thursday, 15th February 2018

૨૬ દિવસથી ટોઇલેટ નથી ગયો આરોપી

આરોપીની ટોઇલેટ ના જવાથી પોલીસ પરેશાન

લંડન તા. ૧૫ : લંડનમાં એક આરોપી ડ્રગ ડીલર ૨૬ દિવસથી ટોઈલેટ નથી ગયો. પોલીસ રાહ જોઈ રહી છે કે આરોપી ટોઈલેટ જાય જેથી તેની વિરુદ્ઘ સબૂત એકઠા કરી શકે. લંડન પોલીસની એક યૂનિટ 'ઓપરેશન રેપ્ટર વેસ્ટ'ને આરોપીના આટલા દિવસો સુધી ટોઈલેટનો ઉપયોગ ન કરવા પર ટ્વિટરનો સહારો લેવો પડ્યો છે. પોલીસ ટ્વિટર પર #PooWatch નામના હેશટેગ ચલાવીને આરોપી ડ્રગ ડીલરને ટોઈલેટની આદતો જવા માટે પ્રયાસ કરી રહી છે.

એક અંગ્રેજી વેબસાઈટની ખબર મુજબ આરોપી ડ્રગ ડીલરને ૧૭ જાન્યુઆરીએ ધરપકડ કરવામાં આવી હતી. આરોપી પર 'એ કલાસ'ના ડ્રગની સપ્લાઈ કરવાનો આરોપ છે. મીડિયા રિપોર્ટ મુજબ આરોપી ૨૪ વર્ષીય લામાર ચેમ્બર્સને જયારે પોલીસે પકડ્યો ત્યારે તેણે એ કલાસ ડ્રગ ગળી ગયો અને ત્યારથી ૨૬ દિવસ થયા, તે સંડાસ નથી ગયો. આવી રીતે આરોપી અન્ય એક કેદીનો ૨૩ દિવસ સુધી સંડાસ ન જવાનો રેકોર્ડ તોડી નાખ્યો છે.

ધ સનનો દાવો છે કે આરોપીએ ટોયલેટ કરાવવા માટે ફાઈબર વાળા ફળ અને શાકભાજીઓ આપ્યા, પરંતુ તેણે આ લેવાથી ઈનકાર કરી દીધો. જેલના અંદર આરોપી ૨૬ દિવસોથી સંડાસ ન જવાના કારણે લોકોમાં આકર્ષણું કેન્દ્ર બની ગયો છે, તો બીજી તરફ પોલીસ પણ પરેશાન છે. ચેમ્સફોર્ડ મજિસ્ટ્રેસના આરોપીને હવે ત્યાં સુધી કસ્ટડીમાં રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે, જયાં સુધી તે ડ્રગ્સ વિશે નહીં જણાવી દે. આ માટે તેને ૧૯૦ દિવસની કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે.

પોલીસનું કહેવું છે કે આરોપી કંઈ પણ ખાવાથી ઈનકાર કરી રહ્યો છે, અને જયાં સુધી તે ટોઈલેટનો ઉપયોગ નહીં કરે ત્યાં સુધી તેને છોડી શકાશે નહીં. આરોપીની હરકતને જોઈને લોકો ઈન્ટરનેટ પર જાતજાતની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.(૨૧.૭)

(9:33 am IST)