Gujarati News

Gujarati News

News of Friday, 15th January 2021

ચીનની વધુ બે કંપનીને અમેરિકાએ બ્લેકલિસ્ટ કરી હોવાની માહિતી

નવી દિલ્હી: અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની વિદાય આડે હવે રોકડા પાંચ દિવસ બાકી રહ્યા છે. જતાં જતાં તેમણે ચીનની વધુ બે કંપની સામે કડક પગલાં લીધાં હતાં.

ટ્રમ્પે ચીની સ્માર્ટફોન કંપની શાયોમી કોર્પ (XIAOMI) અને ચીનની સરકારી ઓઇલ કંપની ચાઇના નેશનલ ઓફશોર ઓઇલ કોર્પોરેશન (CNOOC)ને બ્લેકલિસ્ટ કરી હતી. અત્યાર અગાઉ ટ્રમ્પે ડઝનબંધ ચાઇનીસ એપ્સ પણ બૅન્ડ કરી હતીન્યૂઝ એજન્સી બ્લૂમબર્ગના એક રિપોર્ટ મુજબ ઊંડા પાણીમાં ઓઇલનું સંશોધન કરતી ચાઇના નેશનલ ઓફશોર ઓઇલ કોર્પોરેશનમાચે અમેરિકાએ જણાવ્યું હતું કે અમેરિકાની કોઇ પ્રકારની ટેક્નોલોજીનો લાભ હવે આ કંપની પરવાનગી વિના લઇ નહીં શકે. અત્યાર પહેલાં પણ ટ્રમ્પ વહીવટે 2020માં 60 ચીની કંપનીઓ પર પ્રતિબંધ લાદ્યો હતો.

(5:04 pm IST)