Gujarati News

Gujarati News

News of Thursday, 14th December 2017

આત્મહત્યા કરવા બારમા માળેથી મહિલાએ પડતું મૂકયું, તેને કેચ કરીને બચાવી લેવાની કોશિશ કરનાર માણસનો પણ જીવ જતો રહ્યો

બિલ્ડીંગના બારમાં માળેથી કુદેલી મહિલાને કેચ કરવા હાથ ફેલાવીને ઉભેલો ભૂતપૂર્વ સૈનિક અને પછી જમીન પર પટકાયેલા બન્ને જણ

 

બીજીંગ તા.૧૪ : ચીનના શિઆન શહેરમાં ૩૦ વર્ષની એક મહિલા તેના ઘરની બાલ્કનીમાં ઉભી-ઉભી કોઇકની સાથે ઝઘડી રહી હતી. આ ઝઘડાથી કંટાળીને જીવ ટુંકાવવા તે બાલ્કનીની પાળી પર ચડી ગઇ તેણે પડતું મુકયું એ નીચેથી પસાર થઇ રહેલા ૪૩ વર્ષના મિસ્ટર લી નામના ભૂતપૂર્વ સૈનિકે જોયું. છેક બારમાં માળેથી ધડામ દઇને નીચે ફંગોળાઇ રહેલી મહિલાને કેચ કરીને બચાવી લેવા માટે તે હાથ ફેલાવીને નીચે ઉભો રહી ગયો. જોકે પેલી વજનદાર મહિલા એટલા જોરથી તેના માથે પટકાઇ કે તે બન્ને જમીન પર પટકયાં. તરત જ એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી, પરંતુ પેરામેડિકલ સ્ટાફે આવીને બન્નેને મૃત જાહેર કર્યા.

(10:03 am IST)