Gujarati News

Gujarati News

News of Saturday, 14th November 2020

અફઘાનિસ્તાન: તાલિબાની હુમલામાં 14 સુરક્ષાબળોના જવાનને મોતનેઘાટ ઉતારવામાં આવ્યા

નવી દિલ્હી:અફઘાનિસ્તાનના ઉતરી પ્રાંત કૂદુંજમાં ઇમામ સાહિબ જિલ્લામાં બાલા હિસાર મિલિટ્રી બેઝ પર તાલિબાની હુમલામાં સુરક્ષા બળના 12 જવાનોને મોતનેઘાટ ઉતારવામાં આવ્યા છે. સૂત્રોએ આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે સુરક્ષાબળના 11 જવાનોને ગંભીર રીતે ઇજા પહોંચી છે. આ વચ્ચે આર્મી બેઝ પર પોતાના સાથીઓની મદદ લેવામાં આવી રહી હતી. સુરક્ષાબળના બે જવાન એ સમયે મૃત્યુ પામ્યા હતા જયારે તેમની ગાડી રસ્તા પર લગાવવામાં આવેલ બોંબનું નિશાન બન્યું હતું। આ હુમલામાં બે અન્ય લોકોને ગંભીર રીતે ઇજા પહોંચી હોવાનું માલુમ પડી રહ્યું છે. આ હુમલામાં તાલિબાનના 10 સભ્યો પણ મોતને ભેટ્યા છે.

(6:33 pm IST)