Gujarati News

Gujarati News

News of Saturday, 14th November 2020

પાકિસ્તાનમાં 5.4ની તીવ્રતાના ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા

નવી દિલ્હી:પાકિસ્તાનના બલુચિસ્તાનમાં શનિવારના રોજ સવારના સમયે 5.4ની તીવ્રતાના ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા છે. રિક્ટર પૈમાના પર તેની તીવ્રતા 5.4ની આંકવામાં આવી છે. દેશના રાષ્ટ્રીય ભૂકંપીય સુરક્ષા કેન્દ્રએ આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે કેન્દ્ર કવેટાની પ્રાંતીય રાજધાનીથી 38 કિમિ ઉત્તર પૂર્વમાં આવેલ હતું ઊંડાઈ જમીનની 10 કિમિ નીચે હોવાનું માલુમ પડી રહ્યું છે.હજુ સુધી આ ભૂકંપના જટકાના કારણોસર કોઈ પણ પ્રકારની નુકશાનીના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા નથી. સ્થાનિક સમયાનુસાર 7 વાગ્યાને 50 મિનિટની આસપાસ ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા હતા. 

(6:33 pm IST)