Gujarati News

Gujarati News

News of Saturday, 14th November 2020

આફ્રિકી દેશ માલીમાં આતંકવાદીઓના મથકને નિશાન બનાવી બોંબ વિસ્ફોટ કરવામાં આવ્યો

નવી દિલ્હી: ફ્રેન્ચ હવાઇ દળે ઇસ્લામી આતંકવાદને નષ્ટ કરવા આફ્રિકી (Africa) દેશ માલીમાં આતંકવાદીઓનાં મથકો અને શિબિરો પર ભારે બોમ્બમારો કર્યો હતો. આ હુમલામાં અલ કાયદાના કેટલાક ખતરનાક ગણાતા કમાન્ડર્સ માર્યા ગયા હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ હુમલામાં ઇસ્લામી આતંકવાદી જૂથ આરવીઆઇએમના વડા બાહ અગ મૂસા ઠાર થયો હોવાના અહેવાલ સામે આવ્યા છે.

       યુનોએ જે આતંકવાદી જૂથોને પ્રતિબંધિત જાહેર કર્યા હતા એમાં આરવીઆઇએમનો પણ સમાવેશ થાય છે. ફ્રાન્સના સંરક્ષણ પ્રધાને એક નિવેદનમાં એવો દાવો કર્યો હતો કે મૂસા નવા ભરતી થયેલા આતંકવાદીઓને તાલીમ આપતો હતો. એ આતંકવાદીઓનો ગુરૂ હતો. એટલે એને ખતમ કરવો જરૂરી હતો.

(6:34 pm IST)