Gujarati News

Gujarati News

News of Wednesday, 14th October 2020

આર્મેનિયા-અઝરબૈજાનની વચ્ચે ચાલી રહેલ 16 દિવસની લડાઈમાં અત્યારસુધીમાં 600 લોકોએ જીવ ગુમાવ્યો

નવી દિલ્હી: આર્મેનિયા અને અઝરબૈજાનની વચ્ચે નાગોર્નો- કારાબાખને લઇને ચાલી રહેલી લડાઇમાં મરનાર લોકોની સંખ્યા 600ને વાટવી ચૂકી છે. રશિયાના નેતૃત્વમાં સંઘર્ષ વિરામની ઘોષણા છતાં ચાલી રહેલી લડાઇમાં બંને દેશોના સૈનિકો અને નાગરિકોના મોત થયા છે. નાગોર્નો-કારાબાખના સૈન્ય અધિકારીઓએ જણાવ્યુ કે, મંગળવારે તેના 16 સૈનિકો યુદ્ધમાં માર્યા ગયા છે. તેની સાથે 27 સપ્ટેમ્બરથી શરૂ થયેલી લડાઇમાં તેના 532 સૈનિકોના મોત થયા છે.

         અલબત, અઝરબૈજાને પોતાની સેના અને સૈનિકોના મોતના આંકડાઓની કોઇ માહિતી આપી નથી પરંતુ બંને પક્ષો તરફથી કરાયેલા દાવાઓને ધ્યાનમાં લઇ તો નુકસાની અને મોત સંખ્યા ઘણી વધારે હોવાની આશંકા છેઅઝરબૈજાને કહ્યુ કે, બે સપ્તાહની લડાઇમાં તેના 42 નિર્દોષ નાગરિકોના મોત થયા છે. નાગોર્નો-કારાબાખના માનવઅધિકાર લોકપાલ હેઠલ બેલારયાને સોમવારે મોડે જણાવ્યુ કે, અઝરબૈજાનથી અલગ થયેલા વિસ્તારમાં ઓછામાં ઓછા 31 સામાન્ય નાગરિકોના મોત થયા છે અને હજારોની સંખ્યામાં લોકો ઘાયલ થયા છે.

(6:27 pm IST)