Gujarati News

Gujarati News

News of Monday, 14th September 2020

ઓએમજી...... પ્રથમવાર સામે આવી કોરોના સંકમિટ કોષિકાઓની તસ્વીર

નવી દિલ્હી: કૉવિડ-19થી સંક્રમિત કોષિકાઓની પહેલીવાર તસવીર સામે આવી છે. જેનાથી સંક્રમણના ફેલાવવાને સીમિત કરવા માટે માસ્ક પહેરવુ જરૂરી બની જાય છે. વૈજ્ઞાનિકોએ તૈયાર કરેલી ઇમેજમાં કોરોના વાયરસના અંશોની સંખ્યાને બતાવવામાં આવી છે.

               વૈજ્ઞાનિકોનુ કહેવુ છે કે હવે કોરોના વાયરસથી સંક્રમિત શક્લને છોડવામાં આવી તો તસવીર પુરેપુરી સ્પષ્ટ થઇ જાય છે. તેમને તસવીર હાંસલ કરવા માઇસના લંગની કોષિકાઓમાં તેને છોડ્યો. ત્યારબાદ તેમને 96 કલાક સુધી કોષિકાઓનુ અધ્યયન કર્યુ, આ માટે તેમને ઉચ્ચ ક્ષમતા વાળા સ્કેનિંગ ઇલેક્ટ્રૉન માઇક્રૉસ્કૉપ ટેકનિકની મદદ લીધી. ન્યૂ ઇંગ્લેન્ડ જર્નલ ઓફ મેડિસીનમાં પ્રકાશિત આ તસવીરોને રંગીન બનાવીને રજૂ કરવામાં આવી છે. ઉચ્ચ ક્ષમતાથી વધારવામાં આવેલી આ તસવીરમાં કૉવિડ-19ના ધનત્વ અને ઢાંચાને જાણી શકાય છે. તસવીર બતાવે છે કે માનવ શ્વસન તંત્રની અંદર પ્રતિ કોષિકા વાઇરનની સંખ્યા કેવી રીતે પેદા થાય છે, અને છોડવામાં આવે છે.

(6:22 pm IST)