Gujarati News

Gujarati News

News of Monday, 14th September 2020

આ ફેસ શીલ્ડની કિંમત છે ૭૦,૫૦૦ રૂપિયા

લંડન, તા.૧૪: સૂર્યનાં અલ્ટ્રા-વાયલેટ કિરણોથી બચવા માટેના હેલ્મેટના કાચ અને ફેસ શીલ્ડના પણ અવનવા પ્રયોગો થાય છે. એક કંપની ફોટોક્રોમેટિક વાઇસર અને એન્ગ્રેવ્ડ ગોલ્ડન સ્ટડ ધરાવતું પારદર્શક ફેસ શીલ્ડ લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. એ ફેસ શીલ્ડની કિંમત ૯૬૦ ડોલર (અંદાજે ૭૦,૫૦૦ રૂપિયા) નક્કી કરવાની શકયતા છે. કોરોના રોગચાળાના દિવસોમાં સૌથી વધારે માગ ફેસમાસ્કની અને ત્યાર પછી ફેસ શીલ્ડની વિશેષ પ્રમાણમાં હોય છે. એન્ગ્રેવ્ડ ગોલ્ડન સ્ટડ ધરાવતા પારદર્શક ફેસ શીલ્ડમાં તડકામાં કાચ પર કાળી ઝાંય વળતી હોવાથી આંખો અને ચહેરાની ચામડીનું રક્ષણ થશે.

(2:48 pm IST)