Gujarati News

Gujarati News

News of Monday, 14th September 2020

આ બિલાડીને નથી શરીર પર રૂવાંટીઃ નથી આંખના ડોળા

લંડન, તા.૧૪: કૂતરો કે બિલાડી જેવા પ્રાણીના શરીર પર રુવાંટી ન હોય તો એ પ્રાણી કેવું દેખાય એ વિચારી શકાય એવી બાબત છે. વળી એ પ્રાણીની આંખોના ડોળા પણ ન હોય તો એ હોરર ફિલ્મના પાત્ર જેવું દેખાય એ સ્વાભાવિક છે. હાલમાં સોશ્યલ મીડિયા પર રુવાંટી અને ડોળા વગરના બિલાડાની તસવીરો ખૂબ જાણીતી બની છે. જેસ્પર નામના બિલાડાને ફીલાઇન હર્પીસ વાઇરસને કારણે શરીરની ચામડી પર રુવાંટી નથી. કોર્નિયલ અલ્સરને કારણે એની આંખના ડોળા પણ કાઢી નાખવામાં આવ્યા છે. એની તસવીરો અપલોડ કરવામાં આવ્યા પછી ઇન્સ્ટાગ્રામ પર એના ૭૨,૯૦૦ ફોલોઅર્સ, ટિકટોક પર ૫૦,૦૦૦ અને ફેસબુક પર ૧૨,૦૦૦થી વધારે ફોલોઅર્સ થયા છે. નેટિઝન્સને એ બિલાડાની એટલીબધી ચિંતા હોય છે કે એની માલિકણે નિયમિત રીતે જેસ્પરનું હેલ્થ અપડેટ એ ત્રણેય સોશ્યલ નેટવર્કિંગ વેબસાઇટ્સ પર જણાવવું પડે છે. એકાદ વર્ષ પહેલાં જેસ્પરને માઇલ્ડ સ્ટ્રોક આવ્યો હતો. ત્યાર પછી એની તબિયત સુધરી ગઈ છે. પરંતુ આજે ૧૨ વર્ષના બિલાડા માટે હવે થોડું આયુષ્ય બચ્યું હોવાનું વેટરનરી ડોકટરો કહે છે.

(2:48 pm IST)