Gujarati News

Gujarati News

News of Saturday, 14th August 2021

અમેરિકામાં પ્રથમવાર શ્વેત નાગરિકોની વસ્તી ઘટી હોવાની માહિતી

નવી દિલ્હી: અમેરિકાએ વસતિ ગણતરીના આંકડાં જાહેર કર્યા હતા. એમાં પહેલી વખત શ્વેત નાગરિકોની વસતિ ઘટી છે. શ્વેત નાગરિકોની વસતિ ૨૦૧૦માં ૧૯.કરોડ હતી, ઘટીને ૨૦૨૦માં ૧૯.કરોડે થઈ ગઈ છે. એશિયન નાગરિકોની વસતિમાં વધારો થયો છે. અમેરિકા દર ૧૦ વર્ષે વસતિ ગણતરી કરીને આંકડાં જાહેર કરે છે. ૨૦૧૦માં છેલ્લી વસતિ ગણતરી થઈ હતી. પછી ૨૦૨૦માં થયેલી વસતિ ગણતરીના આંકડાં જાહેર થયા છે. આંકડાં પ્રમાણે અમેરિકાના ઈતિહાસમાં પહેલી વખત શ્વેત નાગરિકોની વસતિ ઘટી છે અને શ્વેત-અશ્વેત મિશ્ર જાતિની વસતિ વધી છે. ૨૦૧૦માં શ્વેત નાગરિકોની વસતિ અમેરિકામાં ૧૯.કરોડ હતી. ૨૦૨૦માં ૧૯.કરોડ થઈ ગઈ છે. મિશ્ર જાતિના લોકો ૨૦૧૦માં ૯૦ લાખ હતા. એની વસતિ હવે વધીને ૩.૩૮ લાખ થઈ ગઈ છે. શ્વેત નાગરિકોની વસતિ ઘટાડાનું એક કારણ પણ ખરું કે શ્વેત-અશ્વેત મિશ્ર જાતિના લોકો શ્વેતમાં ગણાતા હોવાથી વસતિ ઘટી છે. અશ્વેત નાગરિકોની વસતિ ૪.૬૯ કરોડમાંથી ૪.૯૯ કરોડ થઈ ગઈ છે. અમેરિકામાં શ્વેત, અશ્વેત, અમેરિકન ઈન્ડિયન, નેટિવ અમેરિકન, એશિયન, હવાઈયન, પેસિફિક આઈસલેન્ડર એમ અલગ અલગ વિભાગો પાડીને વસતિ ગણતરી થઈ હતી.એમાં જણાયું હતું કે એશિયન નાગરિકોની વસતિ પણ વધી છે. એશિયન નાગરિકો ૨૦૧૦માં ૧.૮૬ કરોડ હતા. વધીને એક દશકામાં ૨.કરોડ થયા છે.

(4:57 pm IST)