Gujarati News

Gujarati News

News of Saturday, 14th August 2021

કોરોના વાઇરસનો ઉદભવ વિશે તપાસ કરવા ગયેલી ટીમને વુહાનની લેબમાંથી કોરોના વાઇરસ લીક થયો હોવાની થિયરી પડતી મુકવા માટે દબાણ કર્યું હોવાની માહિતી

નવી દિલ્હી: કોરોના મહામારી વિશે બનાવવામાં આવેલી ડેનિશ ડોક્યુમેન્ટરી ફિલ્મમાં વિશ્વ આરોગ્ય સંસ્થાના એક વિજ્ઞાની પીટર બેન એમ બારેકે જણાવ્યું હતું ચીની સંશોધકોએે વિશ્વ આરોગ્ય સંસ્થાની આગેવાની હેઠળની કોરોના વાઇરસનો ઉદભવ વિશે તપાસ કરવા ગયેલી ટીમને વુહાનની લેબમાંથી કોરોના વાઇરસ લીક થયો હોવાની થિયરી પડતી મુકવા માટે દબાણ કર્યું હતું. વોશિંગ્ટન પોસ્ટમાં પ્રકાશિત થયેલા અહેવાલ અનુસાર જેનેટિકલી મોડીફાઇડ વાઇરસ વુહાનની કુખ્યાત ઇન્સ્ટિટયુટ ઓફ વાયરોલાજીમાંથી લીક થયો હોવાની થિયરી સામે ચીની સંશોધકોને વાંધો હતો. પીટરે જણાવ્યું હતું કે શરૂઆતમાં તેઓ લેબ વિશે રિપોર્ટમાં કશું આવે તેમ ઇચ્છતા હતા કેમ કે તે શક્ય હોવાથી તેમાં સમય વેડફવાની જરૂર નહોતી.

અમે તેનો રિપોર્ટમાં ઉલ્લેખ કરવાનો આગ્રહ રાખ્યો હતો. પિટરની આગેવાની હેઠળ વિશ્વ આરોગ્ય સંસ્થાની નિષ્ણાતોની ટીમે જાન્યુઆરીમાં ચીનમાં એક મહિનો ગાળી કોરોના મહામારી લેબમાંથી વાઇરસ લીક થવાનું પરિણામ છે કે કેમ તેની તપાસ કરી હતી.

(4:56 pm IST)