Gujarati News

Gujarati News

News of Saturday, 14th August 2021

WHOએ કોવિડની સંભવિત સારવાર માટે મેલેરિયા અને એન્ટિ-ઇન્ફ્લેમેટરી દવાના અભ્યાસની જાહેરાત કરી હોવાની માહિતી

નવી દિલ્હી: WHOકોવિડની સંભવિત સારવાર માટે મેલેરિયા અને એન્ટિ-ઇન્ફ્લેમેટરી દવાના અભ્યાસની જાહેરાત કરી છે. નિષ્ણાતોની સ્વતંત્ર પેનલે કોવિડ-૧૯ના હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીઓમાં મૃત્યુની જોખમ ઘટાડવા આર્ટેસુનેટ, ઇમાતિનિબ અને ઇન્ફ્લિક્સિમેબ દવાની પસંદગી કરી છે. WHOના ડિરેક્ટર જનરલ ડો. ટેડ્રોસ એધેનોમ ઘેબ્રેયેસસે જણાવ્યું હતું કે, 'કોવિડ-૧૯ના દર્દીઓ માટે વધુ અસરકારક અને સરળતાથી ઉપલબ્ધ સારવાર શોધવી જરૂરી છે. WHO વૈશ્વિક પ્રયાસની આગેવાની લઈ રહ્યું હોવાનું ગૌરવ છે.' તેમણે વધુમાં જણાવ્યું હતું કે, 'હું પ્રયાસમાં સહભાગી થઈ રહેલી સરકારો, ફાર્મા કંપનીઓ, હોસ્પિટલ્સ, ક્લિનિશિયન્સ અને દર્દીઓનો આભાર માનું છું. તેમણે વૈશ્વિક પ્રયાસમાં સાથે મળીને કામ કર્યું છે.' અભ્યાસમાં બાવન દેશની ૬૦૦ હોસ્પિટલ્સના હજારો રિસર્ચર્સ ભાગ લેશે.

(4:56 pm IST)