Gujarati News

Gujarati News

News of Saturday, 14th August 2021

ફ્રાન્સ સહીત જર્મનીએ તેના નાગરિકોને બુસ્ટર ડોઝ આપવાની કરી જાહેરાત

નવી દિલ્હી: વિશ્વમાં કોરોનાના ડેલ્ટા તથા ડેલ્ટાપ્લસ લહેરની સૌથી મોટી ચિંતા છે અને જે રીતે અમેરિકામાં તથા વિશ્વના અનેક દેશમાં વેકસીનના બે ડોઝ લેનારને પણ સંક્રમણની અસર થવા લાગી છે તેથી દેશમાં વેકસીનનો બુસ્ટર ડોઝ આપવાના નિર્ણયની સાથે ફ્રાન્સ અને જર્મનીએ પણ તેના નાગરિકોને બુસ્ટર ડોઝ આપવાની જાહેરાત કરી છે. જો કે યુરોપીયન યુનિયન ડ્રગ રેગ્યુલેટરીએ બુસ્ટર ડોઝની જરૂરિયાત અંગે હાલ કઈ કહેવું તે ઘણું વહેલું હોવાનો દાવો કર્યો છે અને જણાવ્યું છે કે બુસ્ટર ડોઝની ભલામણ કરવા માટે હજું વધુ ડેટાની જરૂર છે અને ત્યારબાદ ડોઝ અંગે કંઈક કરી શકાશે. પણ યુરોપના સૌથી મોટા દેશ જર્મની અને ફ્રાન્સે બુસ્ટર ડોઝમાં આગળ વધવા નિર્ણય લીધો છે. વિશ્વ વ્યાપાર સંગઠને વિશ્વના અમેરિકા સહિતના દેશોને બુસ્ટર ડોઝની ઉતાવળ નહી કરવા માટે વિનંતી કરતા જણાવ્યું છે કે વિશ્વમાં અબજો લોકો હજુ પ્રથમ અને બીજા ડોઝથી બાકાત છે તે સમયે બુસ્ટર ડોઝમાં વેકસીન વેડફાવી જોઈએ નહી પણ જર્મનીએ ઓછી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોને બુસ્ટર ડોઝ આપવાની જાહેરાત કરી છે. બ્રિટન અને ફ્રાન્સે પણ આવી જાહેરાત કરી છે.

(4:56 pm IST)