Gujarati News

Gujarati News

News of Wednesday, 14th July 2021

દક્ષિણ આફ્રિકામાં થયેલ એક હિંસામાં ઓછામાં ઓછા 45 લોકોના મોત

નવી દિલ્હી:દક્ષિણ આફ્રિકામાં છેલ્લા અઠવાડિયે પૂર્વ રાષ્ટ્રપતિ જૈકબ જુમાની ધરપકડ પછી થયેલ એક હિંસામાં ઓછામાં ઓછા 45 લોકોના મોત નિપજતા હોવાનું માલુમ પડી રહ્યું છે. દેશના વિભિન્ન ભાગોમાં પ્રદર્શન અને મારપીટની ઘટનાઓ પણ બની છે ત્યાંની સરકારે પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા માટે સેનાની મદદ લીધી હતી. સુરક્ષાકર્મીઓએ અત્યારસુધીમાં લગભગ 800 લોકોની ધરપકડ કરી હોવાનું માલુમ પડી રહ્યું છે. હિંસાની મોટી ઘટના દક્ષિણ આફ્રિકાની સૌથી મોટી ટાઉનશીપ સોવેટોમાં એક શોપિંગ મોલમાં બની હતી.

(5:29 pm IST)