Gujarati News

Gujarati News

News of Wednesday, 14th February 2018

વેલેન્ટાઇન્સ ડે સ્પેશિયલઃ એવી બેંક જ્યાં પૈસા નહીં 'લવસ્ટોરી' થાય છે જમા

સ્લોવાકિયા  તા. ૧૪ : મધ્ય યુરોપના દેશ સ્લોવાકિયામાં એક એવી બેંક છે જેમાં પૈસા નથી જમા કરવામાં આવતા. પરંતુ અહીં કપલ્સ ખૂબ મોટી સંખ્યામાં આવે છે. આ કપલ્સ અહીં પોતાની લવ સ્ટોરી જમા કરાવવા આવે છે. આ દુનિયાની એક માત્ર લવ બેંક છે.

પ્રત્યેક વેલેન્ટાઇન્સ ડે નિમિત્ત્।ે અહીં મોટી સંખ્યામાં કપલ્સ આવે છે અને અહીં યોજાતા એકિઝબેશનમાં આવેલ લવ બેંક તેમના માટે આકર્ષણનું કેન્દ્ર છે. આ બેંક દુનિયાની સૌથી લાંબી લવ પોએમ મરીનાની યાદમાં ખોલવામાં આવી છે. આ કવિતાને સ્લોવાકિયાના કવિ આંદ્રેજ સ્લેડકોવિકે લખી છે.

વર્ષ ૧૮૮૪માં ૨,૯૦૦ લાઇનની આ કવિતાને લખી છે જેમાં તેમણે પોતાની પ્રેમિકા મારિયા પિશલોવા સાથેની લવ સ્ટોરીને આલેખી છે. રોમિયો અને જૂલિયટ જેમ જ આંદ્રેજ અને મારિયા પણ એક કયારેય ન મળી શકયા તેવા પ્રેમી છે. તેમની વાર્તા કોઈ કાલ્પનિક નહીં પરંતુ હકીકત છે.

સ્લોવાકિયાના શહેર બન્સ્કા સ્ટીવનિકાના જે ઘરમાં આંદ્રેજની પ્રેમિકા મારિયા રહેતી હતી તે હવે દુનિયામાં પ્રેમનું કેન્દ્ર બની ગયું છે. જયાં દર વર્ષે ઇન્ટરેકિટવ એગ્ઝિબિશનનું આયોજન થાય છે. આ સાથે જ અહીં એક લવ ઓ મીટર હોય છે જેમાં પ્રેમી કપલ વચ્ચે કેટલો પ્રેમ છે તે માપવામાં આવે છે.

મોટાભાગના કપલ્સ માટે લવ બેંકસ સૌથી મોટું આકર્ષણ છે. આ એવી બેંક છે જયાં કપલ્સ પોતાના પ્રેમ સાથે જોડાયેલ નિશાનીઓ રાખી શકે છે. મારિયાના ઘરના બેઝમેંટમાં એક લાંબી ટનલ છે જેને બેંકના લોકરરુમમાં ફેરવી નાખવામાં આવી છે.અહીં આ ટનલમાં લગભગ ૧ લાખ જેટલા નાના-નાના ડ્રોઅર છે. દરેક ડ્રોઅરમાં એક લવ લેટર હોય છે અને તેની સાથે પ્રેમ કવિતા મરીનાની ૧૭૪ વર્ષ જુની હસ્તપ્રતની કોપી પણ રાખવામાં આવી હોય છે.

(5:02 pm IST)