Gujarati News

Gujarati News

News of Wednesday, 14th February 2018

જો વજન ઘટાડવું હોય તો બે કોળિયા વચ્ચેનો સમય વધારો

ટોકીયો તા. ૧૪ : જપાનની કયુશુ યુનિવર્સિટીના નિષ્ણાંતોનું કહેવું છે કે વજન ઘટાડવું હોય તો શું ખાવું અને શું ન ખાવું એ ધ્યાન રાખવાની સાથે-સાથે દરેક કોળિયા વચ્ચેનો સમય પણ વધારવો જોઇએ. મતલબ કે ધીમે-ધીમે ખાવું જોઇએબીજો પણ એક થમરૂલ છે કે સુવાના બે કલાક પહેલા કશું જ ન ખાવું. અભ્યાસકર્તાઓએ ડાયાબિટીઝ ધરાવતા ૬૦,૦૦૦ લોકોનો ર૦૦૮ થી ર૦૧૩ દરમ્યાન અભ્યાસ કર્યો હતો. એમાં પાર્ટિસિપન્ટ્સને વીકમાં ત્રણ વાર તેમણે કઇ રીતે ખાધું એ પૂછવામાં આવ્યું હતું. એક, સુવાના બે કલાક પહેલા ખાધું હતું કે નહી ? બીજું ડિનર પછી આચરકુચર ખાધેલું કે કેમ ? ત્રીજું, સવારનો બ્રેકફાસ્ટ કર્યો કે નહી ? અને છેલ્લે જમતી વખતે કેટલો સમય લાગ્યો? આ ચારેય સવાલોના જવાબનું અત્યંત સંકુલ વિશ્લેષણ કરીને નિષ્ણાતોએ તારવ્યું છે કે જમવામાં સમય લગાડનારા અને ધીમે-ધીમે ખાનારાઓનું વજન આપ મેળે કન્ટ્રોલમાં રહી શકે છે.

(11:46 am IST)