Gujarati News

Gujarati News

News of Thursday, 14th January 2021

કોરોનાના બીજા કાળને લઈને WHOએ આપી ચેતવણી

નવી દિલ્હી: દુનિયાને હવે કોરોનાથી થોડી રાહત મળવાની આશા છે. એક રીતે કોરોનાના કેસ ઓછા આવી રહ્યા છે તો બીજી તરફ કેટલાક દેશોમાં રસીકરણનું કામ શરૂ થઈ ગયુ છે. ભારતમાં પણ 16 જાન્યુઆરી એટલે કે બે દિવસ બાદથી વેક્સિનેશન પ્રક્રિયા શરૂ થઈ જશે. દેશના વિભિન્ન શહેરોમાં વેક્સિન પહોંચાડવામાં આવી રહી છે.

       પરંતુ વચ્ચે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને એક ચેતવણી આપી છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને ચેતવણી આપતા કહ્યુ છે કે કોરોના મહામારીનો બીજો કાર્યકાળ પહેલા વર્ષની સરખામણીએ વધુ અઘરો હોઈ શકે છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના હેલ્થ ઈમરજન્સી પ્રોગ્રામના કાર્યકારી દિગ્દર્શક માઈકલ રેયાનનું કહેવુ છે કે કોરોના મહામારીનું બીજુ વર્ષ ટ્રાન્સમિશન ડાયનામિક્સ પર પહેલાની તુલનામાં વધારે અઘરૂ થઈ શકે છે.

(3:48 pm IST)