News of Sunday, 14th January 2018

તુર્કીએ આઇએસના વધુ ૧૦ શકમંદોની ધરપકડ કરી

તુર્કીમાં સંચાલિત એક ન્યુઝ એજન્સીએ આપેલી માહિતી અનુસાર તુર્કીની પોલીસે આતંકવાદી સંગઠન આઇએસઆઇએસ  સાથે સાંઠગાંઠ ધરાવતાં હોવાની શંકા હેઠળ લગભગ ૧૦ જેટલા શકમંદોની ધરપકડ કરી લીધી છે. જો કે ધરપકડ કરાયેલા લોકોમાં આ સમૂહનો એક લીડર પણ સામેલ છે. એનાડોલુ ન્યુઝ એજન્સીએ આ માહિતી આપી હતી. જેમાં તેણે જણાવ્યું કે શુક્રવારે સેન્ટ્રલ તુર્કીના કાયસેરી પ્રાંત તથા સીરિયા સાથેની સરહદે આવેલા ગાઝિયનટેપ ખાતે તુર્કીની પોલીસ અને સુરક્ષાદળોએ મોટાપાયે સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતું જયાં આ શકમંદોને ઝડપી લેવામાં આવ્યા હતા.

(12:02 pm IST)
  • પૂર્વીય અમેરિકામાં રાતોરાત તાપમાન આવ્યું નીચે : લોકો ત્રાહિમામ : જબરદસ્ત ઠંડી ફરી એકવાર પડવાના એંધાણ : તળાવોમાં એકાએક માંડ્યો બરફ જામવા : લોકોને સાવચેત રેહવા તંત્રે કરી અપીલ access_time 10:20 am IST

  • ભરશિયાળે ભરૂચમાં કમોસમી માવઠું : મોડી રાત્રે શહેરના અનેક વિસ્તારોમાં પડ્યા વરસાદી છાટા : વાતાવરણમાં પ્રસરી ઠંડક access_time 11:48 am IST

  • મિઝોરમમાં 4થી વધુ બાળકો પેદા કરનારા મિઝો દંપત્તિઓને ઇનામ આપશે પ્રેસ્બિટેરિયન ચર્ચ અને ધ બેપ્ટિસ્ટ ચર્ચ ઓફ મિઝોરમ : મીડિયામાં આ બાબતે વિવાદ ઉભો થતા બન્ને ચર્ચ હવે કરશે પાછી નિર્ણયની સમીક્ષા access_time 4:42 pm IST