Gujarati News

Gujarati News

News of Sunday, 14th January 2018

ઇરાકમાં સ્થિરતા લાવવા દરેક સમાજના લોકોની પુનઃસ્થાપના ખૂબ જ જરૂરી

ઇરાકના ઘણાં ભાગો જો કે મહત્વપૂર્ણ મોસુલ આજે પણ ખ્રિસ્તી અને અન્ય લઘુમતી સમુદાય માટે આ વિસ્તાર ખરેખર તો જોખમકારક છે. જોકે મહિનાઓ અગાઉ ઇરાકની સરકારે મોસુલને આઇએસના સકંજામાંથી મુકત કરવી લેવાની જાહેરાત કરી નાખી હતી તેમ છતાં અહીં આવી સ્થિતિ એ ચિંતાનો વિષય છે. હાઉસ ઓફ લોર્ડ્સ ખાતે ગુરુવારે રાઇટ્સ ઓફ રિલિજિયસ એન્ડ એથનિક માઇનોરિટી ઇન ઇરાક મુદે આયોજીત એક ડિબેટમાં લોર્ડ બિશપ ઓફ કોવેન્ટ્રી ક્રિસ્ટોફર કોકસવર્થે કહ્યું કે હાલમાં ઇરાકમાં જુદા જુદા સમુદાયના લોકોમાં ભય પ્રસરી ગયો છે અને સરકાર માટે પણ જરૂરી છે. કે તે ઇરાકમાં લાંબાગાળા માટે સ્થિરતા સ્થાપિત કરવા માગતી હોય તો તે સૌથી પહેલા તો દરેક સમાજના લોકોની પુનઃ સ્થાપના કરવાનો પ્રયાસ કરે.

(11:18 am IST)