Gujarati News

Gujarati News

News of Tuesday, 12th December 2017

કેન્સરની સારવાર દરમ્યાન તોકુ અને બ્રોકલી ખાઓ તો ઓછા હેરાન થશો

ન્યુયોર્ક તા.૧ર : દવાઓ અને કીમોથેરપીની આડઅસરને કારણે કેન્સરની સારવાર પીડાદયક રહેતી હોય છે. કેટલીક સાઇડથેરપી અનેડાયટ દ્વારા આ પીડાને સહ્ય અને સરળ બનાવી શકાય છે. ખાસ કરીને બ્રેસ્ટ -કેન્સરની સારવાર દરમ્યાન મહિલાઓમાં રાતે અચાનક ગરમી લાગીને પાસીનો થવો, ત્વચા પર લાલાશ આવવી જેવા લક્ષણો દેખાય છે. કેન્સર ફરી ઉથલો ન મારે એ માટે આપવામાં આવતી સારવારને કારણે મેનોપોઝ જેવા લક્ષણો દેખાય છ.ે આ સાઇડ-ઇફેકટ્સને ઘટાડવી હોય તો મેનોપોઝ પછી આપવામાં આવતી ડાયટ મદદરૂપ થઇ શકે છે. અમેરીકાની જયોર્જટાઉન યુનિવર્સિટીના નિષ્ણાતોનું કહેવું છે કે ક્રુસીફેરસ ફેમિલાના વેજિટેબલ્સ જેમ કે બ્રોકલી અનેકેલ તેમજ સોયબીનમાંથી બનતું ખાસ પનીર જેવું તોકુ ઉપયોગી છે. આ વેજિટેબલ્સ એસ્ટ્રોજન લેવલની વધ-ઘટને કારણે પેદા થતો સોજો અને ચયાપચયની ગરબડને શાંત કરે એવા એન્ઝાઇમ્સ ધરાવે છે. બ્રેસ્ટ-કેન્સરની સારવાર દરમ્યાન દરદીની ડાયટ સારવારની આડઅસર પર ડાયરેકટ અસર કરે છ.ેઅભ્યાસકર્તાઓનું કહવું છે કે કેન્સરની સારવાર દરમ્યાન લાઇફ-સ્ટાઇલમાં પરિવર્તની કરવાથી દરદીની પીડા અને આડઅસરો ઘટે છે. અને સર્વાઇવલના ચાન્સિસ વધે છે.

(11:48 am IST)