Gujarati News

Gujarati News

News of Friday, 13th November 2020

અમેરિકાના વર્જિનિયામાં મહિલાઓની પરાણે સર્જરી કરવા બદલ આ ડોક્ટરને જેલની સજાની સુનવણી કરવામાં આવી

નવી દિલ્હી: અમેરિકાના વર્જિનિયા (Virginia) સ્ટેટમાં ગાયનેકોલોજિસ્ટ ડૉક્ટર દ્વારા મહિલાઓને ડરાવીને જરૂર ન હોય છતાં તેમની સર્જરી કરી નાખનારા જાવેદ પરવેઝ ઝડપાયો. જાવેદ પરવેઝને 465 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી.

અમેરિકી કોર્ટે એ આક્ષેપ બહાલ રાખ્યો હતો કે સાવ ખોટા અને બનાવટી બિલો બનાવીને ડૉક્ટર પરવેઝે સરકારી વીમા કંપનીએા પાસેથી લાખ્ખો ડૉલર્સ વસૂલ કર્યા હતા. ડૉક્ટર પરવેઝે જરૂર ન હોય એવા કિસ્સામાં પણ મહિલાઓને પ્રસુતિ માટે સર્જરી કરાવવાની ફરજ પાડી હતી કોર્ટે એ આક્ષેપ પણ સ્વીકાર્યો હતો.

(7:20 pm IST)