Gujarati News

Gujarati News

News of Tuesday, 13th October 2020

કોરોના વાયરસનો પ્રકોપ માણસોથી સાથો સાથ હવે પશુઓ પર પડવા લાગ્યો:અત્યારસુધીમાં 12 હજારથી પણ વધુ બીવરના મૃત્યુ થયા હોવાની માહિતી

નવી દિલ્હી: કોરોના વાયરસનો કહેર એટલી હદે વધી ગયો છે કે હવે તેનો પ્રકોપ માણસો સાથે સાથે પશુઓ પર પણ પડવા લાગ્યો છે. જ્યાં ફર ફાર્મ્સ ખાતે લગભગ 12,000 જેટલા બીવર (અમેરિકામાં જોવા મળતું રૂંવાટા વાળું પ્રાણી)ના કોવિડ-19ને કારણે મોત નીપજ્યા છે. અહિં જ્યાં માણસો માટે વેક્સીન નથી શોધાઈ ત્યાં પ્રાણીઓ ભોગ બનતા હવે હાહાકાર મચી જવા પામ્યો છે અને સમગ્ર સૃષ્ટી હાલ એક અવાજે કોરોનાનો પ્રકોપ ટળે એવી પ્રાર્થના કરી રહી છે.

           સ્થાનિક મીડિયા અનુસાર, આ ઘટના બાદ એક્સપર્ટ્સ કોરોના વાયરસના માણસોથી જાનવરોમાં ફેલાવાનો દાવો કરી રહ્યા છે. આ બીવર ઉતાહ અને વિસકોન્સિન સ્થિત ફર ફાર્મ્સમાં મરેલા મળી આવ્યા છે. અહેવાલ મુજબ, એકલા ઉતાહમાં લગભગ 10,000 જેટલા મોત થયા છે. નોંધનીય છે કે બીવર તેના નરમ રૂછા માટે પણ જાણીતું છે. ઉતાહના પશુચિકિત્સક ડો.ડીન ટેલરે જણાવ્યું હતું કે, આ વાયરસ પ્રથમ વખત ઓગસ્ટમાં બીવરમાં દેખાયો હતો. આના થોડા દિવસ પહેલા જુલાઇમાં કેટલાક ખેતમજૂરો પણ બીમાર પડ્યા હતા.

 

(6:24 pm IST)