Gujarati News

Gujarati News

News of Tuesday, 13th October 2020

કોરોનાના કારણોસર બ્રિટનના અર્થતંત્રને લાગ્યો મોટો ફટકો:બેરોજગારીનો દર વધીને થયો 4.5 ટકા

નવી દિલ્હી: કોરોના વાયરસની મહામારીથી દુનિયાની તમામ અર્થવ્યવસ્થાઓને કમરતોડ ફટકો પડ્યો છે. વિશ્વની સૌથી મજબૂત અર્થવ્યવસ્થાઓ પૈકીનું બ્રિટનનું અર્થતંત્ર પણ નબળું પડ્યુ છે. બ્રિટનમાં બેરોજગારીની સમસ્યા વધી રહી છે. બ્રિટનમાં બેરોજગારીનો દર ઓગસ્ટમાં મધીને 4.5 ટકાના સ્તરે આવી ગયો છે. જે એ વાતના સ્પષ્ટ સંકેત આપે છે કે બ્રિટિશ સરકાર તરફથી આપવામાં આવેલ વેતન-સમર્થન યોજનાને આ મહિના સમાપ્ત થયા બાદ દેશમાં બેરોજગારીના દરમાં ચિંતાજનક વધારો થઇ શકે છે.

બ્રિટનના આંકડાકીય વિભાગે આજે મંગળવારે કહ્યુ કે, ઓગસ્ટમાં સમાપ્ત થયેલા ત્રણ મહિનાના દરમિયાન બેરોજગારોની સંખ્યા અગાઉના ત્રણ મહિનાની તુલનાએ 1,38,000 વધી છે. જેના પગલે બીજી બાજુ બ્રિટનમાં બેરોજગારીનો દર 4.1 ટકાથી વધીને 4.5 ટકા થઇ ગયો છે. અત્યાર સુધી બ્રિટનમાં સરકારની વેતન સમર્થન યોજનાના લીધે અમેરિકાની જેમ બેરોજગારોની સંખ્યા ઝડપથી વધી નથી.

(6:23 pm IST)