Gujarati News

Gujarati News

News of Tuesday, 13th October 2020

બ્રિટનની સરકારે ફરી લોકડાઉન લગાવી દેશને ત્રણ ભાગમાં વહેંચી દીધું

નવી દિલ્હી: બ્રિટનમાં ફરી એક વખત કોરોના સંક્રમણ વધતા બોરીસ જોન્સન સરકારે ત્રણ તબક્કાનું લોકડાઉન જાહેર કર્યું છે અને તેનાથી કોરોના સંક્રમણની ગતિને બ્રેક મારી શકાશે તેવી બ્રિટીશ સરકારને આશા છે. વડાપ્રધાન બોરીસ જોન્સને ગઇકાલે કરેલી જાહેરાત મુજબ લીવરપૂલ બ્રિટનમાં સૌથી જોખમી વિસ્તાર તરીકે જાહેર કરાયો ત્યાં તમામ રેસ્ટોરા, પબ, બેટીંગ શોપ બંધ કરી દેવાયા છે.   

          વડાપ્રધાન જોન્સને જણાવ્યું હતું કે આ લોકડાઉન અત્યંત સરળ પરંતુ તે મહત્વપૂર્ણ રહેશે. અગાઉ બ્રિટનમાં માર્ચ મહિનામા ંલોકડાઉન જાહેર કરાયું હતું. તેમણે કહ્યું કે સંપૂર્ણપણે બંધ કરવું પડે તેના બદલે આ નવા પ્રકારનું લોકડાઉન મહત્વપૂર્ણ રહેશે. અગાઉ બ્રિટનના ટોચના વૈજ્ઞાનિકોએ તથા સરકારના વૈજ્ઞાનિક સલાહકાર જૂથે દેશમાં ત્રણ અઠવાડિયાનું પૂર્ણ લોકડાઉન અમલી બનાવવા જણાવ્યું હતું.

(6:22 pm IST)