Gujarati News

Gujarati News

News of Tuesday, 13th October 2020

કોરોના વાયરસના વધતા જતા કહેરને ધ્યાનમાં રાખી આ દેશે પાર્ટી પર લગાવ્યો પ્રતિબંધ

નવી દિલ્હી: ઈટાલીના પ્રધાનમંત્રી ગિયૂસેપ્પે કોંટેએ કોરોના વાયરસ સંક્રમણ અટકાવવા કડક દિશા નિર્દેશ લાગુ કરવાનો આદેશ આપ્યો છે. જેમાં સામૂહિક આયોજન તથા સમારંભોની સાથે કેઝ્યુઅલ પિકઅપ સ્પોર્ટ્સ પર પ્રતિબંધ લગાવાયો છે.

આ નવા નિયમો મુજબ, મધરાત થતાં જ પબ અને રેસ્ટોરન્ટ બંધ થઈ જશે. બાર કે બારની બહાર રાત્રે 9 વાગ્યા પછી ડ્રિંક્સની મંજૂરી નહીં હોય. તે પણ માત્ર ટેબલ પર જ મળી શકશે. માસ્કને ફરજિયાત કરનારા ઇટાલીમાં ગત સપ્તાહે એક દિવસમાં સંક્રમણના 5 હજાર નવા મામલા આવ્યા હતા.

(6:22 pm IST)