Gujarati News

Gujarati News

News of Tuesday, 13th October 2020

દસ દસ ભાષા આવડે છે દુબઇના ટેકસીવાળાને

દુબઇ,તા.૧૩: બહુ ભણેલાગણેલા લોકોને પણ મોટા ભાગે ત્રણ-ચારથી વધુ ભાષા આવડતી નથી હોતી, પણ દુબઈમાં કેબ ચલાવીને પોતાનું ભરણપોષણ કરતા હુસેન સઇદ નામના મૂળ પાકિસ્તાની ભાઈને દસ-દસ ભાષા આવડે છે. પેશાવરના વતની હુસેન કમાવા માટે દુબઈમાં છે અને અહીં તે ટૂરિસ્ટોને ફેરવતાં-ફેરવતાં અનેક વિદેશી ભાષાઓ શીખી ગયા છે. તેની કેબ આમ તો અન્ય ટેકસીવાળાઓ જેવી જ દેખાય છે, પણ તેની સાથે સફર કરતી વખતે જો તમે વાતો કરો તો અચરજ પામી જાઓ એમ છો. ૩૩ વર્ષના હુસેનને અરેબિક, તગાલોગ, મલયાલમ, મેન્ડરિન, રશિયન, ફારસી, ઇંગ્લિશ, હિન્દી, ઉર્દૂ અને પેશ્તો એમ દસ ભાષામાં ફ્લુઅન્ટલી વાતો કરતાં આવડે છે. દરેક ભાષા તે એવી રીતે બોલે છે જાણે એ જ તેની માતૃભાષા હોય.

હુસેન છેલ્લા ૧૪ વર્ષથી દુબઈમાં છે અને આ ભાષાઓ શીખવા માટે તેણે કોઈ કલાસ નથી કર્યા, બલ્કે ગૂગલ ટ્રાન્સલેટ અને ખાસ લેન્ગવેજ લર્નિંગ એપ દ્વારા તે જાતે જ શીખ્યો છે.

(11:27 am IST)