Gujarati News

Gujarati News

News of Monday, 13th September 2021

ચીનમાં ફરીથી શરૂ થયો કોરોનાનો કહેર

નવી દિલ્હી: કોરોના વાઈરસનો કહેર રોકાવાનુ નામ લઈ રહ્યો નથી. ભારતની સાથે-સાથે સમગ્ર દુનિયાના દેશ આ સંક્રમણ સામે હજુ પણ ઝઝૂમી રહ્યા છે. ચીનમાં એકવાર ફરી કોરોના વાયરસનુ સંક્રમણ વધવા લાગ્યુ છે. ચીનના સ્વાસ્થ્ય વિભાગના અધિકારીઓએ જણાવ્યુ કે દેશના ફુઝિયાન પ્રાંતના પુતિયાન શહેરમાં કોરોનાના 20 નવા કેસ સામે આવ્યા. જે બાદ અધિકારીઓએ ત્યાંના લોકોને શહેર ના છોડવાની સલાહ આપી છે.

પુતિયાનના સૌથી મોટા કાઉન્ટી જિયાનયૂમાં કોરોનાના તમામ 20 કેસ સામે આવ્યા છે. જે બાદ આ સૌથી મોટી કાઉન્ટી સહિત શહેરના તમામ લોકોને સલાહ આપવામાં આવી છે કે શહેર છોડીને ક્યાંય બહાર જાઓ નહીં. શરૂઆતી તપાસમાં સામે આવ્યુ છે કે નવુ સંક્રમણ કોરોનાના ડેલ્ટા વેરિઅન્ટનુ છે. કોરોનાનુ ડેલ્ટા વેરિઅન્ટ ભારતથી બહાર ગયુ છે. ચીનના નેશનલ હેલ્થ કમિશને જણાવ્યુ કે ફુજિયાનમાં સંક્રમણના 20 નવા કેસ મળ્યા છે. જેમાં પુતિયાનમાં 19 અને એક કેસ ક્વાંઝોઉમાં મળ્યો છે. આ સિવાય એક કેસ એવો પણ મળ્યો છે. જેમાં સંક્રમિત દર્દીમાં કોઈ લક્ષણ નહોતા, પરંતુ તપાસમાં તેને કોરોના વાયરસથી સંક્રમિત થવાની પુષ્ટિ થઈ છે. એક દિવસ પહેલા રવિવારે ચીનમાં કોરોના સંક્રમણના 46 કેસ નોંધાયા. ચીનમાં અત્યાર સુધી 95 હજાર 199 લોકો આ વેરિઅન્ટથી સંક્રમિત થયા છે. જેમાં 4 હજાર 636 લોકોના મોત નીપજ્યા છે.

(6:09 pm IST)