Gujarati News

Gujarati News

News of Saturday, 13th August 2022

ઓએમજી.....સાંભળવામાં અસક્ષમ લોકોએ મ્યુજિક ફેસ્ટિવલની ઉજવણી કરી

નવી દિલ્હી: 2003માં ટોરી લી એક થિયેટરની બહારથી પસાર થઈ રહ્યા હતા. લોકોની લાંબી લાઇન જોઈ તેઓએ ગાર્ડથી ઈશારામાં પૂછ્યું કે અહીં શું ચાલી રહ્યું છે. ગાર્ડે તેમનો મજાક ઉડાવતા કહ્યું કે આ સ્થળ તારા માટે નથી. અહીં મ્યૂઝિક કોન્સર્ટ યોજાઈ રહ્યો છે. સાંભળવામાં અસક્ષમ ટોરીને આ વાત ખુંચી ગઈ. મૂળે, સાંભળવામાં અક્ષમ લોકોની અનેક કેટેગરી હોય છે.

કેટલાક લોકોને બિલકુલ નથી સંભળાતું તો કેટલાકને આંશિક રીતે સંભળાતું નથી. પરંતુ આ લોકો મ્યૂઝિકની અનુભૂતિને અનુભવી શકે છે. ટોરીએ એક સંગઠનની રચના કરી. ક્રાઉડ ફંડિંગથી રકમ એકત્ર કરી અને બ્રિટનના એડિનબર્ગમાં દુનિયાના પહેલા ડેફ મ્યૂઝિક ફેસ્ટિવલનું આયોજન કર્યું. આ મ્યૂઝિક ફેસ્ટિવલમાં અનેક દેશોથી લોકો આવ્યા. આ મ્યૂઝિક ફેસ્ટિવલમાં અન્ય મ્યૂઝિક ફેસ્ટિવલની તુલનામાં વધુ તેજ અવાજમાં ગીત વગાડવામાં આવ્યા. તેનું કારણ છે કે તેજ અવાજના કારણે થનારા વાઇબ્રેશનને આ લોકો અનુભવી શકે છે. તેનાથી મ્યૂઝિકનો આનંદ ઉઠાવે છે. રંગ બેરંગી રોશનીવાળા સ્ટેજ પર સાઇન લેન્ગવેજવાળા પરફોર્મર પણ હોય છે. આ ગીતના બોલને સાઇન લેન્ગવેજથી લોકોને જણાવે છે. આ મ્યૂઝિક ફેસ્ટિવલમાં સામેલ થવા માટે ન્યૂયોર્કથી આવેલી ક્રિસ્ટીનાનું કહેવું છે કે અમે લોકો સાંભળવવામાં અક્ષમ જરૂર છીએ પરંતુ મ્યૂઝિક કોન્સર્ટ દરમિયાન ઊભા થયેલો માહોલ અમને પણ આનંદ આપે છે. સંગીતને અનુભવવા માટે ભાવનાઓની જરૂર હોય છે. સંગીત માટે દિલને ખોલવું પડે છે, કાન નહીં. ડેફ એક્શન સંસ્થાના ફિલિપ ગેરાડનું કહેવું છે કે સાંભળવામાં અસક્ષમ લોકો પ્રત્યે સમાજમાં પરિવર્તન આવી રહ્યું છે. એડિનબર્ગ ડેફ મ્યૂઝિક ફેસ્ટિવલને સાંભળવા માટે સામાન્ય લોકો પણ આવ્યા. ડેફ કલ્ચરને પ્રમોટ કરવા માટે વધુ કાર્ય પણ કરવામાં આવશે.

(5:32 pm IST)