Gujarati News

Gujarati News

News of Tuesday, 13th July 2021

આ દેશના છે અનોખા કાયદા :ઈચ્છા હોવા છતાં પણ પતિ-પત્ની નથી લઇ શકતા છૂટાછેડા

નવી દિલ્હી: વિશ્વના અલગ અલગ દેશોમાં છૂટાછેડાને લઈને અલગ અલગ કાયદા (Divorce Law) હોય છે. ઘણા દેશોના અમુક વિસ્તારોમાં કે સંગઠનોમાં માન્યતા અને પરંપરા પણ હોય છે. ગત કેટલા વર્ષોમાં મોટી સંખ્યાના દેશોમાં છૂટાછેડાના નિયમ (Divorce Law) બની ગયા છે. પરંતુ તમે જાણીને હેરાન થઇ જશો કે વિશ્વમાં એક એવો દેશ પણ છે જ્યાં છૂટાછેડાની કોઈ જોગવાઈ નથી. અહીં છૂટાછેડા માટે બિલ બનાવવામાં તો આવ્યું હતું, પરંતુ કોઈ કાયદો બન્યો નહીં.

દેશનું નામ છે ફિલિપાઇન્સ. ફિલિપાઇન્સ (Philippines) દુનિયામાં એકમાત્ર દેશ છે, જ્યાં છૂટાછેડા લેવાની કોઈ વ્યવસ્થા નથી. ખરેખર ફિલિપાઇન્સ કેથોલિક દેશોના જૂથનો એક ભાગ છે. કેથોલિક ચર્ચને કારણે, દેશમાં છૂટાછેડા માટેની કોઈ જોગવાઈ નથી. જ્યારે પોપ ફ્રાન્સિસ (Pope Francis) વર્ષ 2015 માં ફિલિપાઇન્સ (Philippines) ગયા હતા. ત્યારે ત્યાના ધર્મગુરુઓ પાસે તેમને અપીલ કરી હતી કે જે લોકો છૂટાછેડા લેવા માંગતા હોય તેમના પ્રતિ સહાનુભૂતિ રાખવી જોઈએ. પરંતુ સમસ્યા છે કે ફિલિપાઇન્સમાં ‘છૂટાછેડા લીધેલા કૈથેલીક’ને અપમાનજનક માનવામાં આવે છે.

(6:41 pm IST)