Gujarati News

Gujarati News

News of Tuesday, 13th July 2021

તો આ રીતે થયો હતો હેલ્લો શબ્દનો ઉદ્ભવ

નવી દિલ્હી: સામાન્ય વાતચીતમાં આપણે સૌ હેલ્લો શબ્દનો ઉપયોગ કરતા હોઈએ છીએ. હેલ્લો શબ્દ લોકોના ચહેરા પર ખુશી લાવે છે. એકબીજાની સુખાકારી પૂછવા શબ્દ સૌથી વધુ વપરાય છે. શબ્દની ઉત્પતિની વાર્તા ખુબ રોચક છે. શબ્દ સન ૧૮૮૫માં ટેલીફોનની શોધ પૂર્વે અસ્તિત્વમાં હતો. પ્રાચીન સમયમાં લોકો 'હેલોવી' શબ્દથી એકબીજાનું અભિવાદન કરતા હતા. શબ્દ જુનો ફ્રેંચ શબ્દ 'હોલા' પરથી આવ્યો છે; જેનો અર્થ છે ' રોકો' . વર્ષ ૧૮૮૩માં નોહ વેબસ્ટરના શબ્દકોશમાં પણ હેલ્લો શબ્દ જોવા મળે છે. ટેલીફોનની શોધ પૂર્વે, અમેરિકન્સ 'હુલો' શબ્દનો ઉપયોગ કરતા; જે ધીમે- ધીમે હેલ્લો શબ્દમાં પરિવર્તિત થયો. ટેલીફોનની શોધ પછી, હેલ્લો એકબીજાનું અભિવાદન કરવા માટેનો સાર્વત્રિક શબ્દ બન્યો. શબ્દને આપણા જીવનમાં અભિન્ય હિસ્સો બનાવવાનું શ્રેય એડીસનને જાય છે. સને ૧૮૮૫માં ટેલિફોનના શોધક એલેકઝાન્ડર ગ્રેહામબેલને હેલ્લો શબ્દ પસંદ ના હતો. અને તેમણે 'એહોય' શબ્દ સુચવ્યો હતો. તેઓએ હંમેશા હેલ્લો શબ્દને બદલે એહોય શબ્દને મહત્વ આપ્યું હતું.

(6:40 pm IST)