Gujarati News

Gujarati News

News of Monday, 13th June 2022

સૌથી લાંબો સમય શાસન કરનારાઓમાં બ્રિટનમાં રાણી બીજા ક્રમે

લંડન તા. ૧૩ : બ્રિટનના રાણી એલિઝાબેથ બીજા સૌથી લાંબો સમય શાસન કરનારી રાજવંશની વ્‍યક્‍તિઓમાં બીજા સ્‍થાને પહોંચ્‍યા છે. રાણી એલિઝાબેથ બીજા રવિવારે થાઇલેન્‍ડના રાજા કરતાં આગળ નીકળી ગયા હતા. તેઓ હવે માત્ર ફ્રાંસના લુઇસ ૧૪મા પછીના એટલે કે બીજા સ્‍થાને છે. ૯૬ વર્ષીય રાણીના શાસનની પ્‍લેટિનમ જૂબિલી (૭૦ વર્ષ)ની યુકેમાં ભવ્‍ય ઉજવણી કરાઇ હતી.
ફ્રાંસના લુઇસ ૧૪માએ ૧૬૪૩થી ૧૭૧૫ સુધી એટલે કે ૭૨ વર્ષ અને ૧૧૦ દિવસ શાસન કર્યું હતું. રાણી એલિઝાબેથ બીજાએ ૧૯૫૩માં બ્રિટનની રાજગાદી સંભાળી હતી અને તેમણે શાસનમાં પોતાના પરદાદી રાણી વિક્‍ટોરિયાનો વિક્રમ તોડ્‍યો હતો. યુકેમાં રાણીના શાસનની પ્‍લેટિનમ જૂબિલીની ઉજવણી કરવા ચાર દિવસ સુધી પરેડ, સ્‍ટ્રીટ પાર્ટી સહિતના ગીત-સંગીતના કાર્યક્રમો યોજાયા હતા અને મિનિ-વેકેશન મનાવ્‍યું હતું.

 

(10:59 am IST)