Gujarati News

Gujarati News

News of Tuesday, 13th April 2021

ઓએમજી.....રોબોટે બનાવેલ આ પેન્ટિંગ પાંચ કરોડથી પણ વધુમાં વેચાઈ

નવી દિલ્હી: પેઈન્ટિંગના કારણે જ સોફિયા ચર્ચાનો વિષય બની છે. તમને થશે રોબોર અને પેઈન્ટિંગ. આ બંને શબ્દોને શું લેવા દેવા છે. તો અમે તમને જણાવી દઈએ કે રોબોટ સોફિયાએ બનાવી છે આ ખાસ પ્રકારની પેન્ટિંગ. કોઈ દેશની નાગરિકતા મેળવનારી પહેલી રોબોટ સોફિયા હાલ તેની પેઈન્ટિંગના કારણે ચર્ચામાં આવી છે.

આધુનિક કાળમાં માણસના મોટાભાગના કામમાં રોબોટ મદદ કરવા લાગ્યો છે. ઓફિસ, રેસ્ટોરન્ટ કે હોસ્પિટલમાં આજકાલ રોબોટ મદદમાં આવી રહ્યો છે. રોબોટ માણસનું મોટાભાગનું કામ આસાન કરી દે છે. માણસની જેમ જ સ્માર્ટ વર્ક કરતાં રોબોટનો જમાનો આવી ગયો છે. ત્યારે હંમેશા ચર્ચામાં રહેતી રોબોટ સોફિયા ફરી એકવાર સોશિયલ મીડિયામાં છવાઈ ગઈ છે. પોતાની પેઈન્ટિંગના કારણે સોફિયા સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બની ગઈ છે.

રોબોટ સોફિયાએ હાલમાં જ એક ડિજિટલ પેઈન્ટિંગ તૈયાર કરી છે. ઈટલીના મશહૂર ડિજિટલ આર્ટિસ્ટ એન્ડ્રિયા બોનાકેટોની સાથે મળીને સોફિયા ઈન્ટેશિએસન નામ સાથે સોફિયાએ પોતાનું જ પોર્ટેટ બનાવ્યું. જેની પાંચ કરોડથી વધુની કિંમતમાં હરાજી થઈ.

સોફિયાની આ પેઈન્ટિંગ ખરીદનારનું નામ જાહેર નથી કરાયું. પેઈન્ટિંગની હરાજી વખતે સોફિયાએ કહ્યું કે નવી રચનાઓનો હિસ્સો બનીને મને ખુશી થઈ રહી 

(6:04 pm IST)