Gujarati News

Gujarati News

News of Tuesday, 13th February 2018

શું તમે તમારી જાત પર હસી શકો છો? તો માનસિક સ્વાસ્થ્ય સારું રહેશે

ટોરેન્ટો તા. ૧૩ :.. કેટલાક લોકો વાતચીતમાં પોતાની જ જાત પર જોક મારીને વાતને વધુ સ્પષ્ટતાપૂર્વક રજૂ કરતા હોય છે. આવા લોકોનું માનસિક સંતુલન અને સ્વાસ્થ્ય ઘણું જ મજબુત હોય છે. પર્સનાલીટી એન્ડ ઇન્ડિવિજયુઅલ ડિફરન્સિસ નામની જર્નલમાં છપાયેલા અભ્યાસમાં સ્પેનની યુનિવર્સિટી ઓફ ગ્રેનેડાના નિષ્ણાતોએ કહ્યું છે કે જે લોકો પોતાની જાતને ઉતારી પાડતી મજાક કરતા હોય તેમના મનમાં પોતાના વિશે નકારાત્મક અસરો ઓછી થતી હોય છે. આવા લોકો સ્વસ્થતા પૂર્વક સમાજમાં હળીભળી જતા હોય છે અને પોતાની જાત પર હસીને લોકોની સાથે વધુ સારું કનેકટ કરતા હોય છે. મજાક અને ટીખળની દરેક વ્યકિત પર અસર થતી હોય છે. મજાક કરનારાઓ બીજાની ટીખળને દરેક વખતે એટલી સ્વસ્થતાપૂર્વક લઇ નથી શકતા. જે લોકો વાતચીતમાં ઉદાહરણ તરીકે પોતાની  જાત પર જ ટીખળ કરવાની ક્ષમતા ધરાવતા હોય તેઓ માનસિક રીતે વધુ સ્વસ્થ અને મજબુત હોય છે.

(3:35 pm IST)