Gujarati News

Gujarati News

News of Tuesday, 13th February 2018

બરફ પર બોટરેસ

 આમ તો ડ્રેગનબોટ સાથે રેસ લંબાવવાની ટ્રેડિશન મુળમાં ચાઇનીઝ છે, પરંતુ નોર્થ અમેરિકામાં પણ એ ઘણી પ્રચલિત છે. શનિવારે ચીનના જિલિન પ્રાંતમાં ડ્રેગનબોટ રેસનું આયોજન થયું હતું. આ રેસ પાણીમાં નહિ, બરફ પર હતી. એજ દિવસે કેનેડાના ઓટાવા શહેરમાં ખુબજ જાયન્ટ સ્કેલ પર ડ્રેગનબોટ રેસ થઇ જે વિશ્વનો સૌથી મોટો ડ્રેગનબોટ ફેસ્ટીવલ કહેવાય છે. દર વર્ષે ડોઝ લેક નામના યોજેલા સરોવર પર આ રેસ યોજાય છે. આ માટેની બોટ પણ ખાસ હોય છે. બોટની આગળ ડ્રેગનનું સિમ્બોલ હોય છે અને બરફ પર સ્લાઇડ થઇ શકે એ માટે સ્કેટીંગ બ્લેડ જેવા પૈડાએના પર લગાવાય છે. ૧૭મી ર૦ ખલાસીઓની ટીમ આ બોટને વિશિષ્ટ હલેસા વડે દોડાવે છે.

(12:53 pm IST)